રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી પૂર્વે જ મુખવાસના વેપારીઓને ત્યાં રેડ પાડી હતી, જેમાં નવનાકા રોડ પરનાં અલંકાર મુખવાસમાંથી 10 કિલો અખાદ્ય મુખવાસનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે મુખવાસના 15 તો શુધ્ધ ઘીના 8 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ફૂડ લાયસન્સ વિના વેપાર કરતા 11 ધંધાર્થીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. ઉપરાંત 3થી 25 ઓક્ટોબર દરમિયાન ખાદ્ય ચીજોના 254 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે 1100 ફૂડ સેફટી વાન સાથે દરોડા પાડી 561 નમૂનાનુ સ્થળ પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ.
ફૂડ સેફ્ટી અંતર્ગત રો-મટિરિયલ, સ્ટોરેજ, પેકિંગ, લેબલિંગ, પર્સનલ હાઇજીન, પ્રિમાઈસિસ હાઈજીન, લાઇસન્સના નિયમો તેમજ લાગુ કાયદાકીય નિયમોના પાલન બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં 1100 ફૂડ બિઝનેશ ઓપરેટર તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમજ FSW વાન સાથે રાખી 51- અવેરનેશ પ્રોગ્રામ, 33- ટ્રેનિંગ પ્રોગ્રામ તથા 561 નામુનાનું સ્થળ પર પ્રાથમિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ 10 શાળાઓમાં વિદ્યાર્થીઓને ઈટ સેફ સ્ટે સેફ પ્રોગ્રામ અંતર્ગત ફૂડ હેબિટ્સની માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા. જેમાં અંદાજીત 1900 વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.