દિવાળીને પગલે 27મીથી ગોવાની ફ્લાઈટ રોજ ઉડશે

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દરરોજ રાજકોટથી મુંબઈ, દિલ્હી, પુના, હૈદરાબાદ, બેંગ્લોર, ગોવાની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. દિવાળીના તહેવારોને આડે હવે માત્ર એક જ સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે ફરવા માટે મોટાભાગના લોકોની સૌથી વધુ પસંદગીની જગ્યા ગણાતી ગોવાની ફ્લાઈટ દરરોજ ઉડાવવા તૈયારી કરી લીધી છે. આગામી તારીખ 27મી ઓક્ટોબરથી રાજકોટ ગોવાની ફ્લાઈટ દરરોજ ઉડાન ભરશે. આ ફ્લાઈટ અગાઉ સપ્તાહમાં ત્રણ જ દિવસ ઉડાન ભરી રહી હતી, પરંતુ દિવાળીના તહેવારોને પગલે હરવા-ફરવા જતા મુસાફરોના ટ્રાફિકનો લાભ લેવા હવે રાજકોટ-ગોવાની ફ્લાઈટ દરરોજ ઉડાવવામાં આવનાર છે. આ ફ્લાઈટ સંભવત રાજકોટ એરપોર્ટથી બપોરે 13.10 કલાકે ઉડાન ભરશે અને 14.40 કલાકે ગોવા એરપોર્ટ પર પહોંચશે.

રાજકોટ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટની હવાઈ સેવામાં આગામી 27મી ઓક્ટોબરથી વિન્ટર શેડ્યૂલનો પ્રારંભ થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાજકોટથી ગોવા જવા માટેની ફ્લાઈટ જે મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ ઉડાન ભરી રહી છે, તે 27મી ઓક્ટોબરથી દરરોજ ઉડાન ભરશે. જેથી, ગોવા જવા માટે ડેઇલી ફ્રીક્વન્સી મુસાફરોને મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *