રાજકોટમાં દિવાળીના દિવસોની ચમક ધીમે-ધીમે દેખાવા લાગી છે. લોકો ઘરમાં દિવાળીનું કામ કરવા લાગ્યા છે. તો સરકારી કચેરીઓમાં પણ હવે ધીમે – ધીમે દિવાળી કામની શરૂઆત થઇ હોય તેવું લાગી રહ્યું છે. આજરોજ મહાનગરપાલિકા કચેરીમાં જુદા જુદા વિભાગોમાં સાફ સફાઇ શરૂ કરાઇ છે.
જેમાં ફર્નિચર અને પંખા સાફ કરવા સાથે વધારાનો કચરો સાફ કરીને બહાર ફેંકવામાં આવી રહ્યો છે. તેમજ કચેરીમાં તહેવારના દિવસોમાં ચળકાટ વધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.