ઇ.પી.સી.માં મળતા ઈન્ટરેસ્ટ સબમેન્શન સ્કીમમાં તફાવતથી મૂંઝવણ : ગ્રેટર ચેમ્બર

નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઈ.પી.સી. લિમિટના વપરાશ પર 3 ટકા લેખે વ્યાજ સબમેન્શનની સ્કીમ હતી. તેના બદલે હવે નવી યોજના જાહેર કરવામાં આવી છે. એક પરિપત્રમાં રૂ.5 કરોડની અને બીજા પરિપત્રમાં રૂ.1.66 કરોડની મર્યાદા નક્કી કરાઇ છે. આમ અસ્પષ્ટતા હોવાને કારણે નિકાસકારો મૂંઝાયા છે અને હાલના તબક્કે આંતરરાષ્ટ્રીય વેપારની નાણાકીય ચૂકવણી પણ અટકાવી દીધી છે. તેમ રાજકોટ ગ્રેટર ચેમ્બરે જણાવ્યું છે.

એક્સપોર્ટ માટે અગાઉની યોજનામાં વ્યાજનો દર 9 ટકા હોય તો 3 ટકાનું રિફંડ મળતું હતું અને નેટ વ્યાજ ખર્ચ 6 ટકા લેખે એક્સપોર્ટરોને લાગતો હતો, પરંતુ 2024-25ના પરિપત્રમાં નાણાકીય વર્ષ ડિસેમ્બર 2024 સુધી રૂ.50 લાખના આઈ.ઇ.એસ.ના નાણાકીય લાભની કુલ રકમ પર મર્યાદા મૂકવામાં આવી છે. આમ, જો એમ.એસ.એમ.ઇ.એ સપ્ટેમ્બર 2024 સુધી રૂ.50 લાખનો આઈ.ઇ.એસ. લાભ મેળવ્યો હોય તો તે કોઇ પણ વધુ લાભ માટે પાત્ર નથી. જોકે એક પરિપત્રમાં રૂ.5 કરોડની ચોખ્ખી સબમેન્શન રકમની મર્યાદાનો ઉલ્લેખ કરે છે. જ્યારે અન્ય પરિપત્રમાં રૂ.1.66 કરોડની મર્યાદા નિર્દિષ્ટ કરી છે. ઉપરોક્ત પરિપત્રઓએ સંસ્થાના તથા અન્ય નિકાસકારોના સભ્યોમાં મૂંઝવણ ઊભી કરી છે. ઉપરોક્ત પરિપત્ર અંગે બેંકો પણ સ્પષ્ટ નથી. ત્યારે આ સ્પષ્ટતા દૂર કરવા માટે અંતમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *