JRF માટે 4970, આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 53,694 Ph.D.માં 1.12 લાખ ઉમેદવાર લાયક

યુજીસી નેટનું જૂન-2024 સેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ 21મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે UGC નેટની પરીક્ષા યોજી હતી. ઉમેદવારો UGC NETની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.inની મુલાકાત લઈને તેમનું સ્કોરકાર્ડ ચકાસી શકે છે.

એનટીએ દ્વારા કુલ 83 વિષયોમાં પ્રોફેસર બનવા માટે ગત 21મી ઓગસ્ટે 280 શહેરમાં નેટ લેવાઇ હતી. સળંગ 11 દિવસ સુધી લેવાયેલી નેટમાં 11,21,225 ઉમેદવારો રજિસ્ટર થયા હતા. જાહેર કરાયેલા પરિણામમાં 6,84,224 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી જેઆરએફ એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે 4970 ઉમેદવારો લાયક બન્યા છે.

એવી જ રીતે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 53694 ઉમેદવારો લાયક બન્યા છે. પીએચડી માટે 1,12,070 ઉમેદવારો લાયક બન્યા છે. પરીક્ષા આપવા માટે નોંધાયેલા ઉમેદવારોમાં 4,85,578 પુરુષ અને 6,38,588 મહિલા ઉમેદવાર નોંધાયા હતા. આ ઉપરાંત થર્ડ જેન્ડરના 59 ઉમેદવારોએ પણ પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 21 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રાજકોટ સહિત દેશભરમાં યુજીસી નેટની પરીક્ષા યોજી હતી. જેનું પરિણામ તાજેતરમાં જ જાહેર કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *