વિશ્વવિખ્યાત ગોંડલના અક્ષર મંદિરે પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં પ્રતિવર્ષ મુજબ શરદપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો સાંજના સમયે વરસાદી વાતાવરણ સર્જાતા મંદિરના પટાંગણના બદલે સભા મંડપમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેમાં 7000 થી પણ વધુ હરીભક્તો શિસ્તબદ્ધ રીતે ગોઠવાયા હતા સ્વયંસેવકોએ સરાહનીય રીતે સેવા આપી હતી અને દેશ વિદેશથી આવેલા તમામ હરિભક્તોને દૂધપૌહાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.