ખારચિયામાં સમ્પ બનાવવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી

ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય સ્તરે પેયજળ વ્યાવસ્થાપન માટેના કાર્યક્રમનાં અમલીકરણ માટે ‘ઓગ્મેન્ટેશન ઈન જનરલ રૂરલ એરિયા’ હેઠળ રાજકોટ જિલ્લામાં હાથ ધરાતા કામો માટે જિલ્લા સ્તરની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ(વાસ્મો)ની રચના કરવામાં આવેલ છે. જેની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં કુલ રૂ.26.55 લાખના પાણી પુરવઠા બોર્ડના 15 જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

વાસ્મોના સૂત્રોએ જણાવ્યા અનુસાર કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં કુલ રૂ.26,55,351ના ખર્ચે નવા બોર બનાવવા, સમ્પ બનાવવા, બગડી ગયેલી ઇલેક્ટ્રિક મોટરો રિપેર કરાવવી અથવા બદલવી સહિતના 15 કામો મંજૂર કરાયા હતા. જેમાં જસદણ તાલુકાના ખારચિયા ગામે સમ્પ બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. તાલુકા વાઇઝ જોઇએ તો જસદણ તાલુકાના રૂ.11,26,649, પડધરી તાલુકાના રૂ.5,41,711, રાજકોટ તાલુકાના રૂ.2,28,291, ઉપલેટા તાલુકાના રૂ.1,21,560 અને વીંછિયા તાલુકાના રૂ.6,37,140ના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *