પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ 2024 માટે તૈયારીઓ થઈ રહી છે. આ માટે રવિવારે (13 ઓક્ટોબર) એક બેઠક યોજાઈ હતી. રિપોર્ટ અનુસાર સમિટ માટે રાજધાની ઈસ્લામાબાદને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ખરેખરમાં 15-16 ઓક્ટોબરે પાકિસ્તાનમાં SCO સમિટ યોજાવા જઈ રહી છે. પરંતુ PTI કાર્યકર્તાઓ દ્વારા હિંસક પ્રદર્શન અને રાજકીય અશાંતિ મામલે પાકિસ્તાન સરકાર ચિંતિત છે.
આ સમિટમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ ભાગ લેશે. તેમના સિવાય ચીનના વડાપ્રધાન લી કિયાંગ, રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિન અને અન્ય દેશોના વડાઓ સમિટમાં ભાગ લેશે.