રૈયાનગર પાસેના વૈશાલીનગરમાં રહેતા ઘનાભાઇ ભલાભાઇ ધોળકિયા (ઉ.વ.50) સવારે તેના ઘેર હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે તપાસ કરતા મૃતક પાંચ ભાઇ બે બહેનોમાં વચેટ હતા અને તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર હોવાનું તેમજ રિક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતા હોવાનું પરિવારે જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.