અજાણ્યા શખસોનો યુવક પર હુમલો

પલ્લવીબેન વિપુલભાઇ ત્રિવેદિ (ઉ.વ.40)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાઘવ કુવરિયા અને તેની સાથેના ત્રણ અજાણ્યાં શખસોના નામ આપી જણાવ્યું હતું કે, તેમની દીકરી રાજકોટમાં આવેલ અક્ષરનગરમાં સાસરે છે અને તેમની નાની દીકરીએ 9 માસ પહેલા મોરબી યોગીનગરમાં રહેતા રાઘવ કુવરીયા સાથે પ્રેમ લગ્ન કરેલ છે. ગઈકાલે સવારના સમયે તેઓ મોરબી પોતાના ઘરે હતી. ત્યારે જમાઈ રાઘવ કુવરીયાનો ફોન આવેલ કે, પ્રાર્થના કયા છે? તમારા ઘરે આવી છે? જેથી તેણી ઘરે એકલી હોય અને તેમના પતિ ડ્રાઇવિંગ કામ માટે બહાર ગયાં હોય જેથી તેણી ભયભીત થઈ રાજકોટ રહેતી દીકરીના ઘરે એક્ટીવા લઈ આવિ ગયેલ હતી. દરમિયાન બપોરના સમયે તેણી તેની પુત્રીના ઘર પાસે અક્ષરનગરમા ઉભા હતા, ત્યારે જમાઇ રાઘવ કુવરીયા મોરબીથી એક સફેદ કલરની કારમાં અજાણ્યાં ત્રણ શખસો સાથે ઘસી આવેલ અને રાઘવે કહેલ કે, તમે મારી પત્ની પ્રાર્થનાને ક્યાં સંતાડેલ છે? તેને મારી સાથે મોકલો કહી ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ હતો. તેણીએ રાડારાડી કરતા રાઘવ ઉશ્કેરાઇ જઇ નેફામાંથી છરી કાઢી ઘા ઝીંકી દેતાં હાથમાં ઇજા પહોંચી હતી અને લોહી નીકળવા લાગતા રાઘવ તથા તેની સાથેના અજાણ્યા શખસોએ પ્રાર્થનાને મોકલી દેજો નહીતર બધાને જાનથી મારી નાખીશું ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હાલ બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *