રાજકોટ ગાંધી સ્મૃતિ સોસાયટી શેરી નંબર 4ની સામે રામદેવ ભેળવાળી શેરીમાં રહેતા લલિતભાઈ કાનજીભાઈ કાકડીયા (ઉં.વ.30)એ ગઈકાલે રાત્રિના 9 વાગ્યાની આસપાસ પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ પરિવારજનોને થતાં 108 બોલાવતાં 108ના તબીબોએ યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવની જાણ બી. ડિવિઝન પોલીસને કરવામાં આવતા સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવાન આજીડેમ પાસે આવેલ કારખાનામાં કામ કરતો અને તે તેની પત્ની અને પુત્રી સાથે રહેતો હતો. ગઈકાલે તેમના કૌટુંબિક સાળાના ઘરે નિવેદનો પ્રસાદ લેવાં જવાનો હોય જેથી તેમની પત્ની અને પુત્રી સાળાના ઘરે પ્રસાદ લેવાં ગયા બાદ અંતિમ પગલું ભરી લીધું હતું.