લોન લઈ વ્યાજ ન ભરતા 2 આસામીની મિલકતનો કબજો લઇ બેંકને સોંપ્યો

શહેરનાં રેલનગર વિસ્તારની સાંઈબાબા કો ઓપરેટિવ હાઉસીંગ સોસાયટીમાં રાજકોટ પૂર્વ વિભાગનાં મામલતદાર એસ.જે.ચાવડા અને સર્કલ ઓફીસર સત્યમ શેરસીયા દ્વારા ધી સિકયુરાઈઝેશન એકટ હેઠળ નોંધાયેલ 2 કેસો અંગેની મિલકતનો કબજો લેવામાં આવેલ છે.જીલ્લા કલેકટર પ્રભવ જોશીનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે રેલનગર વિસ્તારની સાંઈબાબા કો.ઓપ.હાઉસીંગ સોસાયટીમાં રહેતા વનરાજસિંહ વજુભા જાડેજા અને જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા રાજકોટ નાગરીક સહકારી બેંકની લોન ભરપાઈ ન કરી શકતા આ આસામીની સાંઈબાબા કો.ઓપ.હાઉસીંગ સોસાયટીનાં પ્લોટ નં.28/એ વાળી મિલકતનો કબ્જો લેવામાં આવેલ હતો.આ આસામી પાસેથી તા.30-6-2015 સુધી બાકી પડતી લેણી રકમ અનુક્રમે રૂ.10,51,473 અને રૂ.10,43,439 તેમજ ત્યારબાદ ચડત વ્યાજની રકમની વસુલાત કરવા માટે બાકીદારની મિલકતનો કબ્જો લઈ રાજકોટ નાગરીક બેંકને સોંપવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *