35 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો

રાજકોટના જામનગર રોડ પર રાજીવનગર 25 વારીયામાં રહેતા મહમદભાઈ જીલાણી (ઉ.વ.35)નો મૃતદેહ જામનગર રોડ પર કડીવાર હોસ્પિટલની સામે પટમાંથી મળી આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડયો હતો. મૃતક મેદાનમાં બેભાન હાલતમાં પડેલ હોય જેમના શરીરે કોઈ ઈજાના નિશાન મળી આવ્યા ન હતા છતા ફોરેન્સીક પીએમનો રીપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. મૃતક સાડીમાં ભરત ભરવાનું કામ કરતો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *