યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

રાજકોટના શીતલ પાર્ક પાસે મોચીનગર શેરી નં.6 પ્લોટ નંબર 281માં રહેતા અફઝલભાઈ અઝીમભાઈ બેલીમ (ઉં.વ.39)એ ગઈકાલે સાંજના 5 વાગ્યાની આસપાસ પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે તેમની સાથે રહેતા તેના માતાને જાણ થતાં આક્રંદ મચાવ્યો હતો. બાદમાં તેમની બાજુમાં જ રહેતા મૃતકના ભાઈ સહિતના લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે 108ને જાણ કરતા 108ના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યા હતાં. ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી બનાવ અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક ગરમ કપડા વેંચી વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તે બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો હાલ તે તેમની માતા સાથે રહેતો હતો. ઉલ્લેખનીય છે કે મૃતકના 9 દિવસ બાદ લગ્ન હોવાનું સામે આવ્યું છે. યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે પરીવાર પણ અજાણ હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *