રાજકોટ જામનગર રોડ પર વાલ્મિકી વાડી આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા 23 વર્ષીય વિનય બારૈયા નામના યુવકને તેના પિતાએ ગરબીમાં મોડે સુધી જવા માટેના પાડતાં લાગી આવતાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આપઘાત કરનાર યુવક બે બહેનનો એકનો એક ભાઈ હતો. અને હજુ છ મહિના પહેલાં જ તેના લગ્ન થયાં હતાં. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટના જામનગર રોડ પર વાલ્મીકી વાડી આવાસ યોજના કવાર્ટર નં. 116માં રહેતા વિનય ભીખુભાઇ બારૈયા (ઉ.વ.23) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે રૂમમાં લાકડાની આડી સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારે મોડે સુધી રૂમમાંથી બહાર ન આવતા પત્ની, બહેન સહીતના દરવાજો ખટખટાવ્યો છતાં ન ખોલતા દરવાજો તોડતા મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો જેથી તેને નીચે ઉતારી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.