નશીલી સીરપના વેચાણ અને ગાંજાના વાવેતર પર વોચ રાખવા સૂચના

રાજકોટમાં આજે કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાકક્ષાની નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશીલા સીરપના વેચાણ પર વોચ રાખવા ડ્રગ્સ વિભાગને કડક સુચના આપી હતી. સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાનું વાવેતર ન થાય તે માટે ખેતીવાડી તેમજ ફોરેસ્ટ વિભાગને ચેકિંગ કરવા અને વિદ્યાર્થીઓમાં યુવા વયે વ્યસનના વધતા જતા પ્રમાણ સામે શાળા કોલેજ આસપાસ 100 મીટર વિસ્તારમાં તંબાકુ સંલગ્ન વેચાણ પર સઘન કામગીરી કરવા પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરે શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ માટે નશાકારક પદાર્થ સામે જનજાગૃતિ કાર્યક્રમો વધારવા શિક્ષણ તેમજ આરોગ્ય વિભાગને આગ્રહ કર્યો હતો. રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણને સખત હાથે ડામી દેવા પ્રયત્નશીલ છે, ત્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ પોલીસ વિભાગ કડકાઈથી કામગીરી કરવા એસ.ઓ.જી.વિભાગ કટિબધ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *