રાજકોટમાં રાજ્યકક્ષાની હોકી સ્પર્ધા

રાજકોટના રેસકોર્સમાં આવેલા મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. 3 દિવસની આ સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવશે. જેમાં 3 દિવસ દરમિયાન રાજયના 25 જિલ્લાની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 400થી વધુ કિશોર ભાગ લઈ રહ્યા હોવાનું સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું હતું.

સમગ્ર રાજ્યમાંથી જિલ્લા શાળાકીય સ્પર્ધામાં વિજેતા ટીમો વચ્ચે રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો મુકાબલો થવા જઈ રહ્યો છે. જેમાં આજે ક્વાર્ટર ફાઈનલ તેમજ સેમી ફાઈનલ મેચ રમવામાં આવી રહી છે. આવતીકાલ તા. 19 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મેચ રમવામાં આવશે. જેમાં વિજેતા ટીમ નેશનલ લેવલે દિલ્હી ખાતે ભાગ લેશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ આગામી 20 સપ્ટેમ્બરથી અંડર-17 મહિલા હોકી સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *