ભાદર-2 ડેમનો 1 દરવાજો ખોલાતા હેઠવાસના ગામને સાવચેત રહેવા સૂચના

રાજકોટ ગોંડલ તાલુકા પાસે આવેલ ભાદર-2 ડેમના 2 દરવાજા હાલ સુધી 0.38 મીટર ખોલાયા હતા. હાલમાં વરસાદની આવક ઘટતા 1 દરવાજો બંધ કરી 1 દરવાજો 0.6 મીટર ખુલ્લો હોવાથી ભાદર-2 ધોરાજી તાલુકા પાસેનો ભાદર-2 ઓવરફ્લો થતાં ડેમના 4 દરવાજાને 1.5 ફૂટ ખોલવામાં આવ્યો છે, જેના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકાના ભોલા, ભોલ ગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગઢ, ગંદોદ, હાડફોડી, ઈસરા કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલંગણા, ઉપલેટા ગામના લોકોને સાવચેત રહેવા રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલ સેલ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *