TRP અગ્નિકાંડ કેસમાં આરોપી ગૌતમ જોષી અને રાજેશ મકવાણાની જામીન અરજી

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના કેસની ચાર્જશીટ મુકાઇ જતા સેશન્‍સ કમિટ થયા બાદ જમીન માલિક આરોપી અશોકસિંહ જાડેજા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થવાની છે. ત્‍યાર જેલ હવાલે રહેલા રાજકોટ મહાપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્‍લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ આજે કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા ચારેયની સુનાવણી આવતીકાલે રાખવામાં આવી છે.

રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28 મે 2024ના રોજ થયેલા અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમ ઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્‍યાનું ફાયર એનઓસી લેવામાં આવ્યું ન હોય તેમજ તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવતા આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્‍ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *