શહેરમાં રોગચાળો બેકાબૂ, તાવમાં પટકાયેલા વધુ એક યુવાનનું મોત

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો બેકાબૂ બન્યો હોય તેમ અગાઉ પણ તાવની બીમારીમાં લોકોનાં મોત થયા છે. ત્યારે વધુ એક યુવાનને તાવની બીમારી ભરખી ગઇ છે. અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા યુવકનું તાવની બીમારીથી મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અટિકા ઇન્ડસ્ટ્રીઝમાં એરિયામાં રહેતા રમેશ રામપાલ સોનકર (ઉ.22) ઘરે બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભક્તિનગર પોલીસે તપાસ કરતાં મૃતક યુવક કારખાનામાં મજૂરીકામ કરતો હોવાનું અને મૂળ યુપીના ગૌડા જિલ્લાનો વતની હોવાનું તેમજ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો અને અપરિણીત હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં રમેશને ચારેક દિવસથી તાવ આવતો હતો અને સ્થાનિક તબીબની દવા પણ લીધી હતી. ત્યાર બાદ કોઇને કાંઇ વાત કરી ન હોય અને રવિવારે રાત્રે ઘેર હતો ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *