યાજ્ઞિક રોડ પરની ઘટનાકોંગી કોર્પોરેટરના ભત્રીજા સહિત બે શખ્સે ટ્રાફીક પોલીસને ધમકી આપી

યાજ્ઞીક રોડ પર કોંગ્રેસના કોર્પોરેટરના ભત્રીજા સહિત બે શખ્સે ટ્રાફીકમાં ફરજ બજાવતા નિર્મળસિંહ કનકસિંહ જાડેજાને ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાની ઘટના બની છે.

પોલીસમેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેના સ્ટાફ સાથે ક્રેઇનમાં ફરજ પર હતા ત્યારે યાજ્ઞિક રોડ પર અડચણ પાર્ક કરેલા બાઇક ટોઈંગ કરતા હતા ત્યારે બાઇક ચાલક સહિત બે શખસો ધસી આવી મારે કેટલો દંડ ભરવાનો છે. જેથી તેને રૂ.600 ભરવા અંગે વાત કરી હતી. દરમ્યાન તેને કોઇ સાથે ફોનમાં વાત કરી હતી બાદમાં તેનું બાઇક ટોઈંગ કરતા હતા. તે દરમ્યાન બન્ને શખસોએ આવી અમારૂ વાહન કેમ ટોઈંગ કરે છે. કહી કાઠલો ઝાલી મારી નાખવાની ધમકી આપી હતી. દેકારો થતા તેના સ્ટાફ સહિત ટીઆરબીના જવાનો સહિતે બન્ને શખસોને પકડી એ-ડિવીઝન હવાલે કરાયા હતા. પોલીસે આ ઘટનામાં ઘાંચીવાડમાં રહેતો અક્રમ રફીકભાઇ દાઉદાણી અને બીલાલ દિલાવરભાઇ સામે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *