372 બોટલ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે રાજસ્થાની ઝડપાયા

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર માલિયાસણ નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.9.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અમદાવાદ તરફથી આવી રહેલી કારમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતાં એલસીબી-1ની ટીમે માલિયાસણ નજીક વોચ ગોઠવી હતી. નિયત નંબરની કાર આવતાં જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂ.1.86 લાખનો 372 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં બેઠેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમન્ના ગામના શ્રવણ રામજીવન કાવા અને સુરેશ ભૈરારામ માંજુની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો ક્યાંથી લઇ અવાયો હતો અને કોને આપવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *