ગ્રામ્ય મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો

ગોંડલ નાગરિક બેંકનું સહકારી સેક્ટરમાં મોટું નામ ન હોવા છતાં આ બેંકની ચૂંટણીએ આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું. હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ બની ચૂકેલી આ ચૂંટણીમાં 11 ડિરેક્ટર પદ માટે 23 ઉમેદવાર ચૂંટણી જંગ લડી રહ્યા હતા. રવિવારે સવારથી મતદાન યોજવામાં આવ્યું હતું અને ધાર્યા કરતાં અત્યંત ફીક્કું મતદાન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થયાની જાહેરાત થઇ ત્યાં સુધીમાં 58,000 મતદાર પૈકી માત્ર 10,606 જ મત પડ્યા હતા.

નાગરિક બેંકની ચૂંટણી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળિયા અને પૂર્વ ચેરમેન એવા કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈ માટે પ્રતિષ્ઠાનાં જંગ સમી બની રહી છે. બહુ ગાજેલી ચૂંટણીનું મતદાન થતાં સવારથી જ કડવા પટેલ સમાજ ખાતે મતદારોનાં ટોળાં ઊમટ્યા હતા. જોકે શહેરી મતદારો કરતાં ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ વધુ દેખાયો હતો અને સવારથી જ મતદાન માટે લાંબી કતારો જામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *