બે સંતાનના પિતાએ સગીરાને ઓફિસે બોલાવી લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો

શહેરના નાનામવા સર્કલ પાસે આવેલા કોમ્પ્લેક્સની અોફિસમાં 20 દિવસ પહેલાં જ નોકરી પર રહેલી સગીરા પર ઓફિસના સંચાલક બે સંતાનના પિતાએ નજર બગાડી હતી અને સગીરાને રવિવારે રજાના દિવસે બોલાવી ઓફિસમાં નિર્લજ્જ હુમલો કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઇ આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

ઉપલેટાના કોલકીમાં રહેતા પ્રૌઢે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાનામવા સર્કલ પાસે આર.કે. પ્રાઇમ બિલ્ડિંગમાં નાનક ફિનવર્સ નામે ઓફિસ ધરાવતાં સન્ની મોટવાણીનું નામ આપ્યું હતું. પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કોલકી રહે છે જ્યારે તેની બે પુત્રી રાજકોટ રહે છે, જેમાં એક સગીરવયની પુત્રી 20 દિવસ પહેલાં જ સની મોટવાણીની ઓફિસમાં નોકરી પર રહી હતી. આ ઓફિસમાં સન્નીની પત્ની ઉપરાંત અન્ય પાંચ કર્મચારીઓ કામ કરતા હતા. રવિવારે રજાનો દિવસ હતો. સન્નીએ રવિવારે ફોન કરી સગીરાને સાંજે ઓફિસે કામ સબબ આવવા કહ્યું હતું. નોકરીને હજુ થોડા જ દિવસ થયા હોય સગીરાએ માલિકને રજાના દિવસે ના કહેવાનું યોગ્ય સમજ્યું નહોતું અને સાંજે પાંચેક વાગ્યે તે અોફિસે ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *