પિતાએ ઠપકો આપતા ધો. 6ની વિદ્યાર્થિનીએ એસિડ પીધું

રાજકોટ નજીક બેટી ગામમાં રહેતી ધોરણ 6ની વિદ્યાર્થિનીએ ગઈ કાલ રાત્રીના 10.30 વાગ્યાની પોતાનાં ઘરે એસીડ પી લેતાં તેણીને કુવાડવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે. વિદ્યાર્થિની ધો.6માં અભ્યાસ કરે છે અને તેણીના પિતા મજુરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. તેણીને પાણી ઢોળવા બાબતે પિતાએ ઠપકો આપતાં માઠુ લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *