રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના ભાડવા રોડ ઉપર કુતરાને બચાવવા જતા કાર પલ્ટી મારી જતા કારચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક ભાડલા ગામમાં રહેતાં બાબુભાઈ ગોબરભાઇ વાઘેલા (ઉ.વ.38) હોવાનું સામે આવ્યું હતું. યુવક ગઈ કાલે કામ પરથી ઘરે જતો હતો ત્યારે કોટડા સાંગાણીથી ભાડવા રોડ તરફ જતાં રસ્તા પર સોમનાથ પેટ્રોલ પંપની બાજુમાં કૂતરું આડું ઉતરતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.