ભારે વરસાદને પગલે સફાઈ કામદારોને તાત્કાલિક હાજર થવા આદેશ

રાજકોટ શહેરમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોવાથી શહેરના વિસ્તારોની સફાઇ તાત્કાલિક ધોરણે કરવાની જરૂરીયાત છે. વોર્ડમાં સફાઇ કામદાર તરીકે કામગીરી કરતાં તમામ સફાઇ કામદારોને તાત્કાલિક ધોરણે પોતાની ફરજ પર હાજર થવા જરૂરી સૂચના આપવી તેમજ કોઇપણ પ્રકારની મંજૂરી વગર ગેરહાજર રહેનાર સફાઇ કામદાર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે અંગે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં કામગીરી કરતાં વોર્ડના એસ.આઇ./એસ.એસ.આઇ.ઓને સૂચના આપવામાં આવી છે. અતિ-આવશ્યક હોય, તેવા સંજોગોમાં ગેરહાજરી, ફરજ પરથી જતા રહેવું તે ગંભીર બાબત હોય, સફાઈ કામદાર શારદાબેન ઇશ્વરભાઇ સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *