રાજકોટમાં રિક્ષાગેંગ ફરી સક્રિય

રાજકોટમાં ફરી રિક્ષાગેંગ સક્રિય બની છે. ગોંડલ રોડ ચોકડીએ રિક્ષામાં બેઠેલા મેંદરડાના યુવકને શિકાર બનાવી 40 હજારની રોકડ સેરવી લેતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેંદરડાના આંબાળા ગામે રહેતા નરેન્દ્ર જેઠાભાઈ મકવાણા કામ સબબ રાજકોટ આવ્યા હતાં. ત્યારે ગોંડલ રોડ ચોકડીએ બસમાંથી ઉતરી તેમના બહેન ગોંડલ રોડ પાસે આવેલ નર્મદ ટાઉનશીપમાં રહેતા લીલાવતીબેનના ઘરે જવા માટે તેઓ રિક્ષાની રાહ જોતાં હતા. ત્યારે એક રિક્ષા તેમની પાસે આવીને ઉભી રહી હતી અને તેમને મુસાફર તરીકે બેસાડી રિક્ષાચાલકે રિક્ષા હંકારી હતી. ત્યાથી થોડે દૂર ગયા બાદ રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સમાંથી એક શખ્સે કહ્યું કે, મારે પગ દુઃખે છે, તમે થોડા સાઈડમાં હટી જાવ. જેથી નરેન્દ્રભાઈ રિક્ષામાંથી થોડે દૂર બેઠા બાદ રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખી મારે આગળ જવું નથી તમે ઉતરી જાવ તેવુ કહી અટિકા ફાટક પાસે ઉતારી ભાડુ માગ્યા વગર જતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *