મનપાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા 10 દિવસમાં જયુબીલી રોડ, મવડી, ગુંદાવાડી સહિતના જુદા જુદા વિસ્તારમાંથી 103 જેટલા રેંકડી-કેબીન તથા અન્ય દબાણો જપ્ત કરવામાં આવ્યા છે. તો રેસકોર્સ સહિતના રોડ પરથી 237 બોર્ડ-બેનર કબ્જે કરાયા હતા. તો રસ્તા પર દબાણો સાથે રાખવામાં આવેલા સાડા આઠસો કિલો શાકભાજી અને ફળ પણ જપ્ત કરાયા હતા. ઉપરાંત જામનગર રોડ કોર્ટ ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય 558 પરચુરણ ચીજ વસ્તુઓ અને જંક્શન રોડ, જ્યુબેલી,પંચાયત ચોક, રામાપીર ચોકડી પાસેથી કુલ 859 કિલો શાકભાજી, ફળ કબ્જે લેવાયા હતા. જયારે કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પુષ્કરધામ મેઈન રોડ પરથી રૂ. 1.75 લાખનું મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં ઉપરાંત 50 હજાર જેટલો વહીવટી ચાર્જ વસુલાયો હતો.