રાજકોટ મનપાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ચાલતી પ્લાસ્ટિક વિરોધી ડ્રાઇવમાં ગઇકાલે વધુ 67 ધંધાર્થી પાસેથી ચાર કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 23, વેસ્ટ ઝોનમાં 28 અને ઇસ્ટ ઝોનમાં 16 ધંધાર્થીઓ પાસેથી આ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત થયું હતું તો જુદા-જુદા રસ્તે ગંદકી કરતા આસામીઓને રૂ. 19,800નો દંડ કરવામાં આવ્યો હતો. ડે. કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ વિભાગની ટીમ દ્વારા આ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.