ફરાર આરોપીને ઝડપી પાડ્યો

ચોરીના ગુનામાં ત્રણ માસથી ફરાર કબીર માલાણી અને હદપાર થયેલો નરેશને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરી ફરાર રહેલા આરોપીને પકડવા માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે યુનિવર્સીટી પોલીસ મથકના ચોરીના ગુનામાં ત્રણ માસથી ફરાર કબીર ગની ઉર્ફે ગણેશ માલાણી (ઉ.વ.19)ને માધાપર ચોકડી પાસેથી ઝડપી પાડી યુનિવર્સીટી પોલીસને સોંપેલ હતો. જયારે રાજકોટ શહેર અને ગ્રામ્યમાંથી એક વર્ષ માટે હદપાર કરેલ નરેશ મુળજી દેત્રોજીયા (ઉ.વ.53)ને પેરોલ ફર્લોની ટીમે સેન્ટ્રલ જેલની પાછળથી દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *