જીવરાજ પાર્ક પોલીસ હેડ કવાર્ટર પાસેના વોકળાના નાલાની સફાઈ કરાવવા માગ કરાઈ છે. સામાજિક કાર્યકર સવજીભાઈ ફળદુ દ્વારા કમિશનર અને પર્યાવરણ ઇજનેરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરએમસીના વોર્ડ નં. 11ની હદમાં આવેલી અંબિકા ટાઉનશિપ વસંત વાટિકા સામે જીવરાજ પાર્ક પોલીસ હેડ કવાર્ટર પાસેના વોકળાના નાળા પાસે પાઇપ રેલિંગ ઉપર પતરા લગાવેલા છે, ત્યાં બંને સાઇડ બાજુના રસ્તા ઉપર અતિશય કચરા ગંદકીના ઢગલાઓ થઈ ગયા હોવાથી નાળાના વોકળાની અંદર કચરો એકઠો થાય છે. આથી સ્થળ તપાસ સર્વે કરાવીને તાત્કાલિક રસ્તાના વોકળાના નાલાની બંને સાઇડ બાજુના પાઇપ રેલિંગના પતરા લગાવ્યા છે. ત્યાંથી સફાઈ કરાવીને કચરાના ઢગલાઓ ઉપડાવી અપાવવા માગ કરવામાં આવી છે.