રશિયાના 74 ગામ પર યુક્રેનનો કબજો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મંગળવારે સાંજે દેશને સંબોધન કરતા કહ્યું કે તેમની સેનાએ રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં 74 ગામ પર કબજો કરી લીધો છે. યુક્રેનની સેના આગળ વધી રહી છે અને રશિયન સૈનિકોને દબોચી રહી છે.

બીબીસીના જણાવ્યા અનુસાર યુક્રેનના અચાનક હુમલા બાદ બે લાખ રશિયન નાગરિકો પોતાના ઘર છોડીને ભાગી જવા મજબુર બન્યા છે. તેમને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે.

યુક્રેને 6 ઓગસ્ટે રશિયાના કુર્સ્ક વિસ્તાર પર હુમલો કર્યો હતો. તેણે 13 ઓગસ્ટ સુધી 1000 ચોરસ કિમી વિસ્તાર કબજે કર્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશની સેના રશિયાની સરહદમાં ઘૂસી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *