આઈસરના ચોરખાનામાં 60થી 70 પેટી દારૂનો જથ્થો ઝડપાયો

રાજકોટ નજીક હલેન્ડા ગામની સીમમાં દારૂનો જથ્થો કટીંગ થવાનો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જે બાતમીના આધારે હલેન્ડા ગામની સીમમાં પહોંચ્યા ત્યારે જીજે.03.બીવાય.3349 નંબરનું આઈસર પોલીસને જોઈ ભાગવા જતાં કાદવમાં આઈસર ખુપી ગયું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા આઈસરના ચોરખાનામાં છુપાવેલ આશરે 60થી 70 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા સાથે આઈસર ચાલક સહિત બે શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *