સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી 121 આસામીઓ પાસેથી 7.41 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.30,050નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 45 આસામીઓ પાસેથી 2.88 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 9,950નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 44 આસામીઓ પાસેથી 3.4 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 12,100 વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે તેમજ ઈસ્ટ ઝોનના મુખ્ય માર્ગો પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 32 આસામી પાસેથી 1.13 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂ.8000નો ચાર્જ વસુલવામાં આવ્યો છે.