રાજકોટ શાળાકીય રમતોત્સવ 2024-25

તાજેતરમાં ઝોન કક્ષાએ શાળાકીય રમતોત્સવ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ અન્ડર 19 ગોળા ફેંક સ્પર્ધામાં પ્રથમ નંબર પર જળુ નિકિતા મુકેશભાઈ અને દ્વિતીય નંબર પર પેસિવાડીયા કુંજ જયેશભાઈ, તથા અન્ડર 14 ગોળાફેંક સ્પર્ધામાં જોષી વરદાએ પ્રથમ સ્થાન મેળ્યું છે. આ સફળતા શિક્ષક સુનિલભાઈ આહીરના સતત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે. આ તકે શાળાના ટ્રસ્ટી નિરેનભાઈ જાની અને ટ્રસ્ટી મયુરભાઈ ખીમણિયાએ અભિનંદન આપી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *