આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત હાઇ એલર્ટ પર!

હવામાન વિભા દ્વારા આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એમાં આજે (3 ઓગસ્ટ) દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર-હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ખેડા, ભરૂચ, તાપી, અમદાવાદ, આણંદ, વડોદરા, ડાંગ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા 4 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટના રોજ પણ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નગર-હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *