મેંગોપીપલ પરીવાર દ્વારા ગામડાઓની સીમમાં સેમિનાર યોજી સેનેટરી પેડના ફાયદા સમજાવાયા

મેંગોપીપલ પરીવાર દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા નાના ગામડાઓમાં જઈ જઈ ને સાવ છેવાડાની બહેનો દીકરીઓને સેનેટરી પેડના ફાયદા સમજાવાય રહ્યા છે. સાવ ખુલ્લા આકાશ નીચે ખુલ્લી જગ્યાઓમાં બહેનો દીકરીઓને એકઠી કરી તેમને ગંદા કપડાથી થતા નુકસાન અને પેડના ફાયદા સમજાવતો સેમિનાર પ્રોજેક્ટ મુસ્કાના ફાઉન્ડર રૂપલબેન રાઠોડ લઈ રહ્યા છે.

ત્યાર બાદ દરેક બહેનો દીકરીઓને મુસ્કાન મેજીક બોક્સ નિઃશુલ્ક આપવામાં આવે છે. જેમાં એક મહિનાના સેનેટરી પેડ તથા અંડરગારમેંટ હોઈ છે. મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા 11 વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ સંસ્થા છે. મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટીના બાળકોને નિઃશુલ્ક એજ્યુકેશન ની સાથે સાથે જ્ઞાન સાથે ગમ્મત અને શુદ્ધ પૌષ્ટિક નાસ્તો પણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *