મંગળવારે અર્થશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેન્દ્રીય અંદાજપત્ર 2024નું લાઈવ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઈવ બજેટ પ્રોગામમાં ભવન અધ્યક્ષ ડો. એન.આર.શાહ, ડો. પરડવા, ડો. પંડ્યા અને ડો.પટેલ ઉપરાંત અનુસ્નાતક કક્ષાના 90 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ અંદાજપત્રના લાઈવ પ્રેઝન્ટેશનમાં ભવનના પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને બજેટ સમજાવ્યું હતું. ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કેટલું બજેટ ફાળવાયું. યુવાનોને રોજગારી સહિતના જુદા જુદા મુદ્દે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું અને અંતમાં વિદ્યાર્થીઓ પાસેથી મંતવ્યો પણ જાણ્યા હતા.