રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વારંવાર મારીનાખવાની ધમકી તેમજ મરવા મજબુર કરવાના ગુનામાં 9 માસથી નાસ્તા ફરતા આરોપીની ઝોન 2 વિસ્તારની નાસ્તા ફરતા સ્કોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી અરવિંદ ઉર્ફે અશોક પરમાર માધાપર ચોક પાસે ઉભો હોવાની બાતમી મળતા સ્થળ 5 પહોંચી તેની અટકાયત કરી ધરપકડ કરી યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ 2008માં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં થયેલી હત્યાના બનાવમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.