8 મહિનાથી ફરાર આરોપીની ધરપકડ

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 8 માસથી નાસ્તા ફરતા આરોપીની ઝોન 2 વિસ્તારની નાસ્તા ફરતા સ્કોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જામનગર હાઇવે પર આરોપી અમીર ઉર્ફે ભૂરો તુરખ હોવાની ચોક્કસ બાતમી આધારે ત્યાં પહોંચી આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપી છેલ્લા 8 મહિનાથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો હોવાની કબૂલાત આપી હતી. જેને ઝડપી પડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ રાજકોટ અને જૂનાગઢ પોલીસમાં અલગ અલગ 7 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *