લગ્નના 3 મહિનામાં જ યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

રાજકોટના છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહેતાં જીગરભાઈ અશોકભાઈ સોલંકી (ઉ.વ.31) તેઓ આજે સવારે 8.30 વાગ્યા આસપાસ પોતાનાં ઘરે હતાં ત્યારે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જતાં તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક દરજી કામ કરે છે અને યુવકના હજું ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. લગ્ન બાદ તેના સાસુ સસરા ત્રાસ આપતાં હતાં અને ધરાર છુટુ કરવાનું કહી પૈસાની માંગણી કરતા હતા. આ બાબતે યુવક પાસે વારંવાર પૈસા માંગતા અને ધમકી આપી ત્રાસ આપતાં હોય જેથી યુવકે આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *