પ્રભુકૃપા ફાર્મ એન્ડ રિસોર્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો,14 પકડાયા

શહેરમાં કુવાડવા રોડ પર પ્રભુકૃપા ફાર્મ એન્ડ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હોવાનું માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી સંચાલક સહિત 14 શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.27 લાખની રોકડ અને 10 મોબાઇલ મળી કુલ રૂ.2.63 લાખની મતા કબજે કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર પ્રભુકૃપા ફાર્મ એન્ડ રિસોર્ટમાં જસદણનો શખ્સ જુગારધામ ચલાવતો હોવાની માહિતીને આધારે પીએસઆઇ સાકરિયા સહિતે દરોડો પાડી સંચાલક દીપક જયંતીલાલ હિરપરા, અશોક બટુકભાઇ બાવળિયા (રહે.જસદણ),રાજેશ આંબાભાઇ ઠુંમર (રહે.ભંડારિયા), બાબુ રાઘવભાઇ રૂપારેલિયા (રહે.પાંચવડા),શિવુભા કાળુભા રાયજાદા (રહે.આટકોટ), સાગર રમેશભાઇ હિરપરા (રહે.સ્વાતિ પાર્ક રાજકોટ),નરેન્દ્ર રણજિતભાઇ બોરીચા (રહે.આટકોટ),ધર્મેશ જીવરાજભાઇ ભૂવા (રહે.જસદણ),નીતિન કાંતિભાઇ કાથરોટિયા (રહે. પુનિતનગર, તપન હાઇટ્સ), વિજય મનસુખભાઇ મેઘાણી (રહે.પાંચવડા), સંજય લક્ષ્મણભાઇ રૂપારેલિયા (રહે.જસદણ),હાર્દિક વિનોદભાઇ મણવર (રહે.અરડોઇ), વિજય વિઠ્ઠલભાઇ પાડલિયા (રહે.જસદણ),જીજ્ઞેશ રમણીકભાઇ ઉંજિયા (રહે.સરધાર)ને ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.27 લાખની રોકડ અને 10 મોબાઇલ મળી કુલ રૂ.2.63 લાખની મતા કબજે કરી હતી.છેલ્લા 11 દિવસથી આ ક્લબ ચાલુ હોવાનું પીઆઇ ગોંડલિયાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *