ગોંડલ શહેર અને તાલુકાનાં ખાસ કરીને મધ્યમવર્ગીય લોકો માટે તબીબી સારવાર નો આધારસ્તંભ ગણાતી અને ૧૫૦ બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલ હાલ માત્ર એક ડોક્ટર પર નભતી હોય દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.
ઓપીડી વિભાગ માં સવાર થી દર્દીઓ ની લાઇનો લાગી હોય છે.ત્યારે માત્ર એકજ ડોક્ટર હોવાથી મોટાભાગ નાં દર્દીઓ નો વારો આવતો નાં હોય સારવાર માટે લાચાર બનવું પડે છે.
સિવિલ હોસ્પિટલ માં છ ડોક્ટર નું સેટઅપ છે.પરંતુ ઓનપેપર માત્ર ચાર ડોક્ટર છે.તે પૈકી એક ડોક્ટર જેતપુર ડેપ્યુટેશન પર છે.બે સતત ગેરહાજર છે.અને એક માત્ર ડોક્ટર ફરજ બજાવે છે.તેમા પણ ઇમરજન્સી આવેતો ચેકઅપ કરવા આ ડોક્ટર ને દોડી જવું પડતું હોય રાહ માં બેઠેલા દર્દીઓ ની પરેશાની માં વધારો થાય છે