મેઘરાજાની મહેરના કારણે રાજકોટ સિંચાઇ હસ્તકના 82 ડેમમાંથી 24 જેટલા ડેમોમાં 9 ફૂટ સુધી નવાં નીરની આવક થઇ છે. જેમાં સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર ડેમમાં 1.25 ફૂટની નવાં પાણીની આવક થઇ છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ફોફળ ડેમમાં 1.71 ફૂટ, આજી-3માં 1.44 ફૂટ અને ડોંડીમાં સૌથી વધુ 9.35 ફૂટ નવાં નીરની આવક થઇ છે.
રાજકોટ સિંચાઇ વિભાગના ફ્લડ કંટ્રોલના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાના 6 ડેમમાં નવાં નીરની આવક થઇ છે. જેમાં ન્યારી-2માં 0.33 અને છાપરવડી-2માં 1.97 ફૂટ નવાં નીર આવ્યા છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના મચ્છુ-1માં 2.23, મચ્છુ-2માં 1.51, ડેમી-1માં 0.46, ડેમી-2માં 2.46 ફૂટ નવાં નીરની આવક થઇ છે.