રાજકોટના અમીન માર્ગ નજીક જલારામ હોસ્પિટલ પાસે જાનવી પાર્ક પાસે બાંધકામ સાઇટ પર રહેતાં મુળ મદ્રાસના કાર્તિકાબેન અને અરૂણભાઇનો 1 માસનો પુત્ર બેભાન થઇ જતાં ઝનાના હોસ્પિટલ ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરાયેલ પરંતુ તેનું મોત નીપજ્યું હતું. કાર્તિકાબેને જોડીયા બાળકોને અધુરા માસે જન્મ આપ્યા બાદ આ બાળકની તબિયત બગડતાં અગાઉ 25 દિવસ સારવારમાં રખાયું હતું. રજા અપાયા બાદ આજે ઘરે માતાએ તેને દૂધ આપવા જગાડતાં ન જાગતાં બેભાન હાલતમાં ઝનાના હોસ્પિટલમાં ખસેડાયેલ પરંતુ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ દ્વારા એ-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવવામાં આવતાં ત્યાંથી માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.