ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન હાઇબોન્ડથી વેકરી જતા કાચા રસ્તે ગોમટા વાડી પાસે એક ઈસમ ઉભેલ હોય ત્યાં શંકાના આધારે ત્યાં તપાસ કરતા દારુની 214 બોટલ મળી આવતાં પોલીસે ક્રુષ્ણસિંહ ઉદેસિંહ ચુડાસમા (ઉ.વ.53 ) ને દબોચી લીધો હતો. અને દારુ આપનાર અજીતસિંહ પુંજસિંહ ઝાલા (રહે. ગોંડલ) ની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ગુનો દાખલ કરી 74, 900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.