GMERSની મેડિકલ કોલેજોના ફી વધારાનો રાજકોટમાં વિરોધ

રાજકોટ સહિત રાજ્યભરમાં GMERS કોલેજોમાં તબિબ બનવા માટેની ફીમાં અસહ્ય વધારો કરવામાં આવતા આજે રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા. જ્યાં ફી વધારો પાછો ખેંચો, અમારે ડોક્ટર કઈ રીતે બનવું તે પ્રકારની નારેબાજી સાથે પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગવર્મેંન્ટ ક્વોટામાં 66 ટકા તો મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં 88 ટકાનો વધારો કરવામાં આવતા આગામી સમયમા GMERSની વડી કચેરી ખાતે રજૂઆત બાદ પણ ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ કોર્ટમાં જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

વાલી પારસ આસરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓ પણ તબીબ બની શકે તે માટે GMERSની રચના કરવામાં આવી છે. જેમાં મેડિકલ ફીમાં રાતોરાત વધારો કરી દેવામાં આવ્યો છે. ગવર્મેન્ટ ક્વોટાની ફી રૂ. 3.50 લાખથી વધારી રૂ. 5.50 લાખ કરી દેવામાં આવી. આ સાથે જ મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 9,07,500 હતી, જે વધારીને રૂ. 17 લાખ કરી નાખવામાં આવી છે, જે અસહ્ય વધારો કહી શકાય. ટકાવારી મુજબ વાત કરીએ તો ગવર્મેન્ટ ક્વોટામાં 66 ટકાનો વધારો થયો છે, જ્યારે મેનેજમેન્ટ કવોટામાં 88 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. જે સામાન્ય પબ્લિકને પરવડે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *