મનપા દ્વારા 84 વેપારીઓ પાસેથી વધુ 5.1 કિલોગ્રામ પ્લાષ્ટીક ઝડપાયું

રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત ત્રણેય ઝોન વિસ્તારનાં અલગ અલગ માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી 84 આસામીઓ પાસેથી 5.1 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂ. 23,100 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં સેન્ટ્રલ ઝોનમાંથી રૂ.6800, વેસ્ટ ઝોનમાંથી રૂ. 8,350, તેમજ ઈસ્ટ ઝોનમાંથી રૂ.7950નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *