તરુણીએ બાંધકામ સાઇટમાં ગળેફાંસો ખાધો

રાજકોટના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા પાછળ ન્યુ સેરેનિટી ગાર્ડન રોડ પ્લોટ નં.7 ખાતે એક બાંધકામ સાઈટ કાર્યરત છે. બાંધકામ સાઈટના પહેલા માળે 16 વર્ષીય મનીતા નામની તરૂણીએ છતના હુકમાં દોરડુ બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યાં જ રહેતા તેના ભાઈને બનાવ અંગે જાણ થતાં 108ને જાણ કરી હતી અને દોડી આવેલી 108ની ટીમે તરૂણીને તપાસી મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. મૃતકનાં પિતાનું 10 વર્ષ પહેલા અવસાન થયેલ છે. તેમનો એક ભાઈ અને માતા મધ્યપ્રદેશમાં રહે છે, તેમજ એક ભાઈ-ભાભી અને બહેન-બનેવી સાથે પાંચ દિવસ પહેલા જ તેણી વતનમાંથી રાજકોટ આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *